It has been 27 months and 19 days in USA now and over this period I have been thinking about so many thing. And I am sure there are few people might be thinking the same.
Today suddenly I started getting thoughts in form or lines as a poem and I did not waste a single minute to write it down on a paper. I started getting all lines one after another automatically and this is complete magic to me.
I hope you all like my small attempt because its completely mirror image of my thoughts and feelings.
I am looking forward to your comments in form of answer.
જે નવી ચેતનાઓ જગાડે,
વિચારતો હતો કાઇંક અલગ
ને હવે કાઇંક અલગ સુઝાડે.
સ્કુલ કોલેજ માં ભણતા રમતા
ઘર આંગણે વિતાવ્યુ બાળપણ,
આ પરદેશ મા પગ મુકતાં જ ,
મે તો ગુમાવ્યુ મારુ ભોળપણ.
આ તો કેવો સમય કે જેમાં
કર્મભુમિ ધર્મભુમિ બંને માટે પ્રેમ,
શરીર જીવે એક ભુમિ પર
પણ મન બીજે ભટકે કેમ?
આમ તો બન્યા મિત્રો ઘણા
દરેક કાર્યમાં સાથે જ દેખાય,
પણ મન ને તો જાણે શું જોઇએ
એ હજુ પણ મને ના સમજાય.
ભવિષ્યનો આટલો ઘાઢ વિચાર
જિંદગી માં ક્યારેય મેં કર્યો નહતો,
એવી તો શી વાત છે આ જગ્યા માં
કે હું દિવસે સપના જોવા માંડ્યો હતો..
શું આ ઊંમર છે કે પછી પરદેશ
કે પછી સમય નો એક ગાળો,
ન સમજાય એવો તો આ પ્રશ્ન
કેમ કે આનો ઉત્તર છે ગુંચળાવાળો..
-Dhvanit