
I am also no exception when it comes to life expectations and pursuit of happiness. One day I was spending time with my friends at late night and something struct into my mind about being grateful for what I have. I didn't waste a minute to pen down.It's my first attempt to write a Ghazal. Hope you can relate to yourself. Please leave the comments and feedback so that I can improve.
હું ખુશ છુ
હું આ દુનિયામાં આવ્યો , હું ખુશ છુ,
ને આ જિંદગી ને માણ્યો , હું ખુશ છુ,
જીવન તો ઉતાર ચઢાવ વાળો રસ્તો,
પણ રસ્તો ચાલવા મળ્યો, હું ખુશ છુ.
ઇચ્છા વ્યક્ત કરતા જ પુરી થાય માંગ
દેવતા સમાન માં-બાપ પામ્યો ,હું ખુશ છુ.
તોફાન મસ્તી કરતા વિતાવ્યુ બાળપણ,
ધમાલ્યા ભાઇ જોડે રમ્યો , હું ખુશ છુ.
નાનપણથી જ મજાના મિત્રો બન્યા,
દરેકની સાથે મોજ થી ફર્યો, હું ખુશ છુ.
સુંદર પાત્રો મળ્યા, ખટમધુરા અનુભવ થયા,
પ્રેમ કરવાનો અવસર મળ્યો, હું ખુશ છુ.
આનંદમય જીવન દરેકનુ નસીબ ક્યાં ?
ભાગ્યમાં હતુ એટલુ હસ્યૉ, હું ખુશ છુ.
વિચારોની સ્વતંત્રતાની કિંમત તો અમુલ્ય,
આવી આઝાદ જીંદગી જીવ્યો,હું ખુશ છુ.
શિકાયત કેમ અધુરી ઇચ્ચાઓની ધ્વનિત,
એના માર્ગ ને અનુસર્યો , હું ખુશ છુ.