
This is my second blog and this is unlike my first blog which had writing in it. I wrote a poem a month ago for my Mom to gift her on her birthday. I love her the most like any other kid would love her mom. My mom said "This is the best gift I have ever received in my life." This line made my efforts worth. My brother Bhaumik helped me framing this on time to gift her on her birthday. Its written in Gujarati because I feel more comfortable expressing my feelings in gujarati as its my mother tongue. Here it goes,
વ્હાલી મા
દરિયાકિનારે એકલો ઊભો છું હું , અને જોરથી ઠંડો પવન વાય;
આખી જિંદડી યાદ આવે મને, ત્યારે મા તારુ નામ કાન માં ગુંજાય્.
એટલી બધી વાતો છે કેહવાની, ક્યાંથી શરુ કરુ એ ન સમજાય;
ત્યારે નાનપણ્ યાદ આવે મને, અને મનડુ સ્મિત થી મલકાય.
વડનગરથી તુ વિસનગરમાં આવી, કુટુંબમા પ્રેમ આપવાનુ શરુ કર્યુ;
પેહલા ધ્વનિત અને પછી ભૌમિકથી, તે દવે નુ ઘર કર્યુ હર્યુભર્યુ.
સુવંદના, રાજેન્દ્ર, જયઅંબિકા અને કલિંદી , હર દી મન હરખાય,
ક્યારેક હસવુ અને ક્યારેક રડવુ , પણ દરેક માં સાથે તુ જ દેખાય્.
શિખવાડ્યુ જયઅંબે, જયહાટકેશ,વડિલોને માન અને નાનાઓને પ્રેમ;
ચાલશે ભાવશે ફાવશે ના સંસ્કાર એવા જેને અમારાથી ભુલાય કેમ.
જ્યારે જ્યારે ભુખ મને લાગે , ત્યારે તુ પેહલી યાદ મને આવે;
તારા હાથની જો રસોઇ હોય તો , બીજુ બધુ ક્યાંથી મને ભાવે.
જોઇ છે તારી મહેનત અને સેવા ચાકરી મેં દિવસ રાતભર;
ગર્વ છે મુજને મા તારા સંયમ ,હિમ્મત અને બલિદાન પર.
પાછા આવવાનુ મન થાય ક્યારેક, આટલો દુર જે આવ્યો છુ;
મા એકલો પડુ છું જ્યારે, ત્યારે તુજ ને જ સાથે પામું છુ.
માફ કરી દેજે મને અગર કોઇ ભુલ ચુક થઇ હોય તો મારાથી;
સ્વાસ્થ સાચવી લાંબુ જીવે એ જ માત્ર ઇચ્છા તારા આ દિકરાની.
દરિયાકિનારે એકલો ઊભો છું હું , અને જોરથી ઠંડો પવન વાય;
સદાય સાથે છે તારા આષિશ , તો દરેક કાર્ય સંપુણૅ કરાય.
I believe I could have never given better gift than this because I can never make my mom happy just by purchasing something and gifting to her. No need to say that your comments are more than welcome.